Home / Astrology / Unknown Facts : Astrology and Human Body

Unknown Facts : Astrology and Human Body

यत् ब्रह्माण्डे, तत् पिण्डे, यत् पिण्डे तत् मानव देहे |

આ વાક્ય એ તમામ જ્યોતિષ સિદ્ધાંતોના સારભૂત કહી શકાય। જ્યોતિષ ના સિદ્ધાંતો અનેક છે, પણ તેની પાછળ સત્ય એક છે. જે આકાશમાં છે, તે જ ધરતી પર છે. અને ધરતી પર જે છે, તે માનવદેહ માં છે. આપને પ્રકૃતીનોજ એક ભાગ છીએ, અને પ્રકૃતિથી ક્યારેય ભિન્ન નથી. જયારે આકાશમાં વાદળો ઘેરાય છે, ત્યારે આપણને માથું દુઃખે તેવો અનુભવ થાય છે. જેમ શિયાળો આવે ત્યારે હિમાલય પર બરફ જામી જાય છે, માનવદેહ માં પણ તેજ દરમ્યાન કફની વૃદ્ધિ થાય છે. ચોમાસાની ઋતુ માં પવન જોર થી ફૂંકાય છે, તો તે દરમ્યાન માનવદેહમાં પણ વાત દોષ થાય છે. મનુષ્ય નું શરીર એ બ્રહ્માંડ ની પ્રતિકૃતિ છે અને બ્રહ્માંડથી બિલકુલ ભિન્ન નથી. સૂર્ય અને ચંદ્ર નેત્રો છે, મનુષ્યનું લલાટ એ બુદ્ધિ છે. ગાલ નો ભાગ એ શુક્ર ગ્રહને રજુ કરે છે. તો દાંત એ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મનુષ્ય ના શ્વાસોશ્વાસ અને પૃથ્વીના ભ્રમણ એક નિશ્ચિત ગતિ એ જોડાયેલા છે. કોઈ મૃત્યુ પામે ત્યારે આપણે કહીએ છોએ કે છેલ્લા શ્વાસ પુરા થયા. એક પ્રશ્ન થાય કે ‘શું શ્વાસ અદ્રશ્ય નિયંતાએ દરેક જીવ ને ગણી ને આપ્યા છે?’. અનેક અલભ્ય અને ગુઢ રહસ્યો સ્વરોદય શાસ્ત્રમાં જગતગુરુ શંકર ભગવાને માં ઉમા ને કહ્યા છે. આપણા જ્યોતિષ જગતના આદ્ય આચાર્યો અને ઋષિઓએ પોતાની ધ્યાન અવસ્થામાં પૃથ્વી અને આકાશ વચ્ચે સંબંધ જોઈ અને પોતાના અવલોકનો ને વિવિધ જ્યોતિષ શાસ્ત્રો દ્વારા સામાન્ય જનો ના હિતાર્થે સંગ્રહિત કાર્ય છે. એક અંશ બરાબર સાઈઠ કળાઓ। મનુષ્ય એક વાર શ્વાસ લે ત્યારે પૃથ્વી એક કળા ભ્રમણ કરે છે. મનુષ્ય એક મિનીટ માં આશરે 15 વાર શ્વાસ લે છે. એક દિવસ માં પૃથ્વી 360 અંશ ફરે છે, કુલ કલાઓ 360*60=21600 થઇ.

ત્યારે શ્વાસ પણ 15*24*60=21600 થયા. એટલે કે પૃથ્વીનું એક કળાનું ભ્રમણ એટલે આપણો એક શ્વાસ। આમ આપણા આદ્ય આચાર્યો પૃથ્વી અને આકાશના સંબંધો પ્રસ્થાપિત કરવામાં સર્વાર્થ સફળ રહ્યા હતા. આ ગણતરી અતિ પ્રાચીન સૂર્ય સિદ્ધાંતમાં સંગ્રહિત છે. આવા કેટલાય રહસ્યો, સામાન્ય જનો અને વિજ્ઞાન જગતથી સર્વથા અલભ્ય છે, આપ્રકારનું જ્ઞાનએ સિદ્ધો અને યોગીઓ પાસે છે, જે મોટે ભાગે શ્રુતિ માં સંગ્રહાયેલું છે, એમ મારું માનવું છે.

ॐ नमो नारायण|

एन. मन्त्रेश्वर
(for religiousgujarat.com)

About admin

Check Also

049124e1-7fc7-46e2-a3fa-04478a31beac

Techno savvy Jain Saint will get high honor position celebration of 51st Birth Day of Pujya Arvind Sagarji M.S. at Rajnagar

“What we preach should be applied in our owm life also we all have to  …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *