Home / News / મહાન લોકસેવક સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન…

મહાન લોકસેવક સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન…

મહાન વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજે તા. 13-8-2016ના રોજ અક્ષરવાસી થતા સારંગપુર ખાતે તેમનાં અંતિમ દર્શન માટે વિશ્વભરમાંથી ભક્તોનો પ્રવાહ વહી રહ્યો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પોતાના પવિત્ર જીવન અને નિઃસ્વાર્થ સેવાથી અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. આથી વિશાળ ભક્તસમુદાયને તેઓના અંતિમ દર્શનનો લાભ મળે તે હેતુથી, તા. 14-8-2016ના રોજ સવારે 7-00 વાગ્યાથી તા. 17-8-2016ને બુધવારના બપોરના 11-00 વાગ્યા સુધી તેઓના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 17-8-2016ને બુધવારના રોજ બપોરે 3-00 વાગ્યે તીર્થધામ સારંગપુર ખાતે જ લાખો લોકોની ભક્તિસભર અંજલિ વચ્ચે વૈદિક પરંપરા મુજબ આ મહાન સંતના પાર્થિવ શરીરનો અંતિમવિધિ કરવામાં આવશે.

પરમ પૂજ્ય સ્વામીશ્રીની અંતિમવિધિનાં દર્શન www.live.baps.org પરથી વેબકાસ્ટીંગ દ્વારા કરી શકાશે.

બી.એ.પી.એ. સ્વામિનારાયણ સંસ્થાની પરંપરા મુજબ વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. 20-7-2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામીને અનુસરવા જણાવ્યું હતું. તેઓની એ આજ્ઞા અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી(કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવન અને સંદેશને પ્રસરાવશે.

About admin

Check Also

shri-ganesh-god-lord-ganesha-305363

Complete Number 9: A Mars Special Day: 27-09-2016

Read Astro-Numerology Exclusive Article: Today, we are going to read about Mars & it’s number …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *