સરદાર વલ્લભભાઇ પટેલે 1947 માં ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ને અખંડ ભારતમાં જોડી 13 નવેમ્બર 1947 એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ, કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરીસરમાં લગાવવામાં આવેલી છે. 1995 માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પુર્ણ થયું, નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના કરકમલોથી નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. સરદારે લીધેલ સંકલ્પ 13 નવેમ્બર 1947 ની સિદ્ધી 1 ડિસેમ્બર 1995 એ થયેલ.
આજે 23માં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સરદારવંદના પૂષ્પાંજલી, સોમનાથ મહાદેવને મહાપૂજા, વિશેષ શૃંગાર સહિતના આયોજન કરાયેલ, જેમાં યાત્રીઓ સ્થાનીક તીર્થપૂરોહિતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી તથા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.